રાપરમાં જમીન મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી

ગાંધીધામ, તા. 10 : રાપરના ત્રંબૌ રોડ પર પાંજરાપોળની આગળ જમીનના ઝઘડાનું મનદુ:ખ રાખી એક સમાજના લોકોએ સામસામે મારામારી કરતાં બન્ને પક્ષના બે લોકોને ઇજાઓ પહોંચી હતી. રાપરના અજિત જેસંગ ઘેડા (દલિત)એ વિશન પરત ઘેડા, ભવાન જીવા ભદ્રુ અને રૂડા ભદ્રુ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જમીન બાબતે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી આ શખ્સોએ પાઇપ, લાકડીથી હુમલો કરતાં આ ફરિયાદીને હાથ, પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે વિશન પરબત ઘેડાએ જેસંગ પાંચા ઘેડા, કરશન પચાણ ભદ્રુ, રામજી પચાણ ભદ્રુ, અશોક જેસંગ ઘેડા અને અજિત જેસંગ ઘેડા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ જ મુદ્દે આ શખ્સોએ ફરિયાદીને લાકડી વડે માર મારતાં તેને ઇજાઓ પહોંચી હતી. આ બન્ને પક્ષોની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer