ભુજ તાલુકા પંચાયતને ગતિશીલ બનાવાશે

ભુજ તાલુકા પંચાયતને ગતિશીલ બનાવાશે
ભુજ, તા. 20 : ભુજ તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષ માટે બિનહરીફ પ્રમુખ?થયેલા હરીશભાઇ ભંડેરીએ ભુજ તાલુકા પંચાયતની કાર્યવાહીને ગતિશીલ કરવાનો કોલ આપતાં જણાવ્યું કે, `સૌનો સાથ સૌનો વિકાસ' સૂત્રને સાર્થક કરતાં વિકાસને આગળ ધપાવશું. તા.પં.ની યોજનાઓને સારી રીતે લોકોપયોગી બનાવશું. પુન:?ઉપપ્રમુખપદે ચૂંટાયેલા હિતેશભાઇ?ખંડોલે વિશ્વાસ સાથે જણાવ્યું કે, ભુજ તા.પં.ની સમગ્ર ટીમ એક થઇ કામ કરશે. પ્રમુખ કંકુબેન ચાવડાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન પૂરું કરવાની હાથ?ધરાયેલી કામગીરી હરીશભાઇની આગેવાની હેઠળ આગળ ધપાવશું. ચૂંટણી પ્રક્રિયાના ઇન્ચાર્જ તા.વિ. અધિકારી હુસેનભાઇ ભટ્ટીએ આરંભ કરાવ્યો હતો. અધ્યાસી અધિકારી પ્રાંત અધિકારી આર. જે. જાડેજાએ કાર્યવાહી શરૂ?કરતાં જણાવ્યું કે, સૌપ્રથમ પ્રમુખ માટે બે ફોર્મ સેક્રેટરી પાસે રજૂ થયા હતા જેમાંથી ખુંગલા રાજેશ નારાણે ફોર્મ પરત ખેંચતાં હરીશ નાનજી ભંડેરીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું જ્યારે ઉપપ્રમુખ માટેના બે પૈકી સમા જુમા અલી મોહમ્મદે ફોર્મ પરત ખેંચતાં હિતેશ હિંમતલાલ ખંડોલને ઉપપ્રમુખ જાહેર કરું છું તેમ જણાવી ખાસ સભાને પૂર્ણ જાહેર કરી હતી. સંચાલન વિ.અ. મહેન્દ્રભાઈ ઠક્કરે કર્યું હતું. વરણી પામેલા પ્રમુખ શ્રી ભંડેરી અને ઉપપ્રમુખ?શ્રી ખંડોલને જિ.પં. પ્રમુખ?કૌશલ્યાબેન માધાપરિયા, તા.પં. પ્રમુખ કંકુબેન ચાવડા, ભાજપના જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ?ધનજીભાઇ?ભુવા, કા.ચે. રામજીભાઇ સેંઘાણી, સા.ન્યા. સમિતિ અધ્યક્ષા ભાવનાબેન ચાવડા, નવીનભાઇ પાંચાણી, હઠુભા જાડેજા, વાઘજીભાઇ?માતા, સજુભા જાડેજા, કાનજીભાઇ કાપડી, હમીરભાઇ?ચાવડા સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, અધિકારી, કર્મચારીઓએ સન્માન કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer