ફિફા : 736 ખેલાડી ભાગ લેશે

ફિફા : 736 ખેલાડી ભાગ લેશે
નવી દિલ્હી, તા. 12 : ફિફા વર્લ્ડકપ શરૂ થવા આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. ફૂટબોલના આ મહાસંગ્રામનો ઈન્તેજાર હવે ચરમ પર પહોંચી ગયો છે. વિશ્વના કરોડો લોકો ફૂટબોલના ધુરંધરોની રમત જોવા અને ટોચની ટીમો વચ્ચેની કાંટે કી ટક્કર જોવા માટે અધીરા બન્યા છે. ફિફા વર્લ્ડકપમાં આ વખતે 736 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે અને તેમના વચ્ચે ગોલ્ડન બૂટ એવોર્ડ જીતવાની હરીફાઇ પહેલી મેચથી જ શરૂ થઇ જશે. આ વખતે જે 736 ખેલાડી ભાગ લઇ રહ્યા છે તેમાંથી માત્ર પ3 ખેલાડીઓના નામે જ વર્લ્ડકપમાં ઓછામાં ઓછો એક ગોલ બોલે છે. 2018ના વર્લ્ડકપમાં ચેમ્પિયન જર્મનીની ટીમનો સ્ટ્રાઇકર થોમસ મુલર સર્વાધિક 10 ગોલ સાથે પહેલા નંબર પર છે. એ પછી કોલંબિયાનો ખેલાડી જેમ્સ રોડ્રિગ્સ છે. તેના નામે વિશ્વકપમાં કુલ્લ છ ગોલ છે. આ પછી આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી, ગોંજાલો હિગુઅન, ઉરુગ્વેનો લુઇસ સુઆરેજ અને ઓસ્ટ્રેલિયાનો ટિમ કાહિલ છે. આ તમામના ખાતામાં પ-પ ગોલ છે. વિશ્વકપમાં સૌથી વધુ ગોલનો વિશ્વ વિક્રમ પણ જર્મન ખેલાડીના નામે છે. મિરોસ્લાવ ક્લોસાએ ફિફા વર્લ્ડકપની 24 મેચમાં કુલ્લ 16 ગોલ કર્યા છે. તેના પછી બ્રાઝિલનો રોનાલ્ડો છે. તેના નામે 19 મેચમાં 14 ગોલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer