માધાપરમાં ગળેફાંસો ખાઇને મહિલાની અકળ આત્મહત્યા

ભુજ, તા. 12 : તાલુકાના માધાપર ગામે 40 વર્ષની વયની કાન્તાબેન ભચુ સથવારાએ કોઇ અગમ્ય કારણોથી પ્રેરાઇ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ ભુજની ભાગોળે માધાપર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે સ્વામીનગરમાં રહેતી કાન્તાબેન સથવારા ગઇકાલે સાંજે તેના ઘરમાંથી ફાંસો ખાધેલી મૃત લટકતી મળી આવી હતી. આ પછી તેને હોસ્પિટલે ખસેડાઇ ત્યાં તેને વિધિવત મૃત જાહેર કરાઇ હતી. બનાવ પછવાડેના કારણો હજુ બહાર આવ્યા નથી. પોલીસે આ દિશામાં છાનબીન હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer