ગાંધીધામમાં પરિણીતાને મરવા મજબૂર કરનાર સામે ગુનો

ગાંધીધામ, તા. 20 : શહેરના રોટરીનગર વિસ્તારમાં હંસાબેન અશોક મહેશ્વરી નામની પરિણીતાના આપઘાતના બનાવમાં તેના પતિ, નણંદ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના રોટરીનગરમાં રહેનાર હંસાબેન નામનાં પરિણીતાએ પોતાના ઘરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. આ મહિલાએ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. આ પરિણીતાનો પતિ નાની-નાની વાતમાં શંકા-કુશંકા રાખી તથા નણંદે રૂબરૂ અને ફોન ઉપર પોતાના ભાઇને ચઢામણી કરતાં આ મહિલાના પતિએ તેને મેણાંટોણા મારી તેને શારીરિક, માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરી હતી. આ અંગે યુવતીના પિતા કાનજી લધારામ નિંજારે યુવતીના પતિ અશોક માણશી મહેશ્વરી અને નણંદ રમીલાબેન શામજી વિસરિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer