માંડવીમાં બાઇક ઉપર દારૂની હેરફેર ઝપટમાં : એક પકડાયો, બીજો રફુચક્કર

ભુજ, તા. 20 : માંડવી શહેરમાં આઝાદ ચોક વિસ્તારમાં બાઇક ઉપર શરાબની ચાર બાટલી લઇ જઇ રહેલા નવાપુરામાં સાગરવાડી સામે રહેતા ખુશાલ પ્રેમચંદ ગાલા (જૈન)ને પકડાયો હતો, જ્યારે તેનો સાગરીત નાની ખાખર (માંડવી)નો ભઈલુ જાડેજા નામનો શખ્સ હાથમાં આવ્યો ન હતો.  પોલીસ સાધનોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજાસિંહ ઝાલા દ્વારા ગઇકાલે મોડી સાંજે આ દરોડો પડાયો હતો. પકડાયેલા આરોપી પાસેથી અલગ-અલગ બે જાતની શરાબની ચાર બાટલી કબ્જે કરાઇ હતી. આ જથ્થો હાથમાં ન આવેલા આરોપી પાસેથી આવ્યાનું ખુલ્યું હતું. આ બંને સામે ગુનો દાખલ કરાયો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer