પ. કચ્છ પોલીસમાં 248ની બદલી

ભુજ, તા. 15 : પશ્ચિમ કચ્છ પોલીસમાં આજે બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં 248 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ?છે. પોલીસ અધીક્ષક એમ. એસ. ભરાડાએ આપેલા બદલીના આદેશમાં એ.એસ.આઇ., હથિયારધારી એ.એસ.આઇ.,?ડ્રા. હથિયારધારી એસ.એસ.આઇ., મ. હેડ કોન્સ્ટેબલ, અ.હે.કો., આ. હે.કો.- આ.પો.કો.,  મ.હે.કો. જેવા વિવિધ કેડરના 248 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ છે. બદલી પામેલા પોલીસ કર્મચારીઓને જોઇનિંગ ટાઇમ ભોગવ્યા સિવાય બદલીવાળા સ્થળે હાજર થવા આદેશ અપાયો છે. બાદમાં ટર્ન મુજબ જોઇનિંગ ટાઇમ રજા પોલીસ મથકના અધિકારીએ મંજૂર કરવા જણાવાયું છે. બદલી પામેલા પોલીસ કર્મચારીઓએ બે માસમાં સરકારી મકાન ખાલી કરવા અને સીમા પરના પોલીસ મથકમાં બદલી થયેલા કર્મચારીઓ મકાન ચાલુ રાખવા અરજી કરી શકશે. આ હુકમોનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ અધીક્ષકે આદેશમાં જણાવ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer