માંડવીમાં મકાનમાંથી શરાબની 53 બોટલો ઝડપાઇ : બે શખ્સો ફરાર

ગાંધીધામ, તા. 15 : માંડવીમાં રહેણાક મકાનમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, પોલીસે પૂર્વ બાતમીના આધારે કાઠિયાવાડી શેરી, ખારવા પાચાડો ખાતે સાંજના અરસામાં કાર્યવાહી કરી હતી. રહેણાક મકાનમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની 21200ની કિંમતની 53 બોટલો મળી આવી હતી. આરોપીઓ પ્રિન્સ હરેશ મોતીવરસ (ખારવા) અને મુકેશ મોહનલાલ ઠક્કર નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer