ભુજમાં બાળકોએ રજૂ કરેલી કૃતિ-નૃત્યે ઉપસ્થિતોની દાદ મેળવી

ભુજમાં બાળકોએ રજૂ કરેલી  કૃતિ-નૃત્યે ઉપસ્થિતોની દાદ મેળવી
ભુજ, તા. 20 : ઇકરા પબ્લિક સ્કૂલ ખાતે ત્રીજો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો.આ અવસરે પ્રારંભે અંગ્રેજી અને એરોબીક ટીચર મોહમદ અલીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્કૂલના આચાર્ય યુનુસખાને (કેરેબીયન) પ્રસંગોચિત પ્રવચન આપ્યા બાદ મુખ્ય અતિથિ બી.એન. ધોળકિયાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ડો. અઝીમે શાળાની કામગીરીને બિરદાવી હતી. સ્કૂલના ચેરમેન ગનીભાઇએ અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રિ-પ્રાઇમરી સ્કૂલના આચાર્ય અને સ્કૂલના (એમ.ડી) અફશાના મેર્મે શાળાની પ્રવૃત્તિઓને લગતી વૈવિધ્યસભર રજૂઆત કરી હતી. પ્રિ-પ્રાઇમરીથી કલાસ 6 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને અખલાકી નૃત્ય રજૂ કર્યા જેનો મુખ્ય આશય પ્રોત્સાહન અને પર્યાવરણને લગતો હતો. આ નૃત્યોમાં સિનિયર કે.જી.ના વિદ્યાર્થીઓએ રજૂ કરેલું વોટર એકટ અને એરિયલ એકટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ ઇન્ટરનેટ, નોલેજ જેવા વિષય પર અંગ્રેજીમાં અને એકતાના વિષય પર એરોબીક ભાષામાં પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ મેગેઝીનનું વિમોચન બી.એમ. ધોળકિયા અને ગનીભાઇ દ્વારા આચાર્ય યુનુસભાઇની હાજરીમાં કરાયું હતું. આભારવિધિ રૂપેશ કનોજિયાએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer