ધોનીની વિકેટકીપિંગ પર થઈ શકે છે રિસર્ચ

ધોનીની વિકેટકીપિંગ પર થઈ શકે છે રિસર્ચ
પોર્ટ એલિઝાબેથ, તા. 13 : ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચે ધોનીની વિકેટકીપિંગની પ્રશંસા કરતાં કહ્યંy છે કે, ધોની પાસે વિકેટ કીપિંગની અલગ જ શૈલી છે અને તે શૈલી સફળ છે. ધોનીની વિકેટ કીપિંગની સ્ટાઈલમાંથી નવા ઊભરતા ક્રિકેટરો ઘણું બધું શીખી શકે તેમ છે. ધોની વિશે શ્રીધરે ઉમેર્યું હતું કે, ધોનીની કીપિંગ ઉપર એક અભ્યાસ થઈ શકે તેમ છે અને જો આ અભ્યાસ તેઓ કરવાના હોય તો તેને `ધી માહી વે' નામ પસંદ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વન-ડેમાં પાંચ વિકેટે હાર દરમિયાન ભારતીય ટીમની ફિલ્ડિંગ આશા પ્રમાણે સારી રહી નહોતી. જો કે ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરને કહ્યું છે કે, આફ્રિકાના મેદાનમાં ભારતીય ટીમને સાવધ રહેવા કહ્યું છે કે, કારણ કે ઝડપી પવન ફૂંકાતા હોવાના કારણે કેચ પકડવો મુશ્કેલ બને છે. શ્રીધરે ઉમેર્યું હતું કે, ધોની મોટાભાગે કીપિંગ અભ્યાસ સત્રમાં ભાગ લેતો નથી પણ તેણે નજીકથી રનઆઉટ અને સ્ટમ્પિંગ કરવામાં મહારત મેળવી લીધી છે. પાંચમી વન-ડે પહેલાં પત્રકાર પરિષદમાં શ્રીધરે ધોનીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ધોની પાસે પોતાની એક શૈલી છે અને તે સફળ છે. આ સાથે ઉમેર્યું હતું કે, ધોનીની વિકેટકીપિંગ ઉપર એક અભ્યાસ પણ થઈ શકે છે અને જો અભ્યાસ પોતે કરે તો તેને ધી માહી વે નામ આપીશ. શ્રીધરે કહ્યું હતું કે, નવો ક્રિકેટર ધોનીની કીપિંગમાંથી ઘણું શીખી શકે તેમ છે. આ સાથે શ્રીધરે અન્ય ક્રિકેટરોની ફિલ્ડિંગના પણ વખાણ કર્યા હતા અને ઝડપી પવન વચ્ચે કેચ પકડવામાં સાવધાની વર્તવા કહેવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer