ગાંધીધામમાં પોલીસે દારૂ પકડયો, આરોપી નાસી ગયો

ગાંધીધામ, તા. 13 : શહેરનાં મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાંથી પોલીસે રૂા. 8400નો શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ દારૂ રાખનારો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ સંકુલમાં ગઇકાલે ડીવાય.એસ.પી.ની સૂચના, માર્ગદર્શન હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. પરંતુ આવા દરોડા દરમ્યાન સ્થાનિક પોલીસની ટુકડીઓ બનાવાઇ હતી અને છાપા મારવામાં આવ્યા હતા. જેથી ભઠ્ઠીના સંચાલકોને  અગાઉથી જાણ થઇ ગઇ હોય કે કેમ મોટા ભાગના દરોડામાં આરોપીઓ હાથમાં આવ્યા ન હતા. આવી કામગીરી વખતે બહારની ટુકડીઓ બોલાવી અચાનક કાર્યવાહી કરાય તો જ આરોપીઓ હાથમાં આવે તેવો ગણગણાટ ખુદ પોલીસ બેડામાં થઇ રહ્યો છે. શહેરનાં મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાં આવેલા જિતેશ ઉર્ફે જીતુ ગાંગજી મહેશ્વરીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ શખ્સના મકાનમાંથી રૂા. 8400ની 24 બોટલ શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer