સેંટ જોર્જ મેદાન પર ભારતને એક પણ જીત મળી નથી

પોર્ટ એલિઝાબેથના સેંટ જોર્જ મેદાન પર પાછલા 2પ વર્ષમાં ટીમ ઇન્ડિયાને જીત મળી નથી. આ મેદાન પર ભારતનો ભાગ્યે પણ સાથ આપ્યો નથી. કારણ કે અહીં ભારતને કેન્યા જેવી નબળી ટીમ સામે પણ હાર મળી હતી. વર્ષ 2001માં કેન્યાએ ભારતને 70 રને હાર આપી હતી. દ. આફ્રિકા આ મેદાન પર ભારત સામે 4 મેચ રમ્યું છે અને તમામમાં જીત મેળવી છે. સેંટ જોર્જ મેદાન પર દ. આફ્રિકાની ટીમ કુલ 32 વન-ડે મેચ રમી છે. જેમાંથી તેને 20માં જીત અને 12માં હાર મળી છે. આ મેદાન પર 39 મેચમાં 18 વખત પહેલાં બેટિંગ કરનાર ટીમને જીત મળી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer