બાગના ઉપસરપંચ સહિત બે લોકોની નશાની અસર તળે અટક

ગાંધીધામ, તા. 12 : માંડવી તાલુકાના બાગ ગામના ઉપસરપંચ તથા તેની સાથે અન્ય એક શખ્સની નશાની હાલત તળે અટક કરવામાં આવી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે, બાગના ઉપસરપંચ રમેશ શંભુલાલ રાજગોર તથા આનંદ પ્રભુભાઇ નાગુ ગઇરાત્રે ગુંદિયાળી ચાર રસ્તા પાસેથી કારમાંથી પસાર થઇ રહ્યા હતા. આ બન્ને નશાની હાલતમાં હોવાથી બન્નેની અટક કરવામાં આવી હતી અને બન્નેને જામીનમુક્ત કરાયા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer