ગાંધીધામમાં અંગ્રેજી શરાબની 76 બોટલ સાથે એક ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : શહેરના સેકટર-7 વિસ્તારમાં રહેણાક મકાનમાંથી પોલીસે અંગ્રેજી પ્રકારના શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે આજે સવારે 11 વાગ્યે બી- ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. આરોપી કુલદીપ લખુ મહેશ્વરીના રહેણાક મકાનમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની જુદી-જુદી બ્રાન્ડની 73 નંગ બોટલો અને બિયરના પાંચ નંગ ટીન કબ્જે કરાયા હતા. ઝડપાયેલા શરાબના જથ્થાની કિંમત 26 હજાર આંકવામાં આવી છે.  બે આરોપીઓ દીપુભા જયેન્દ્રસિંહ જાડેજા અને દર્શન નાગશી ધેડા નાસી છૂટયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer