ધુણઈના દિવ્યાંગ વિદ્યાર્થીએ ગોળાફેંકમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો

ધુણઈના દિવ્યાંગ વિદ્યાર્થીએ ગોળાફેંકમાં  રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો
કોડાય, તા. 15 : માંડવી તાલુકાના ધુણઈ ગામના દિવ્યાંગ વિદ્યાર્થીએ રાજ્યકક્ષાએ યોજાયેલી અંડર-18 ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  ગુજરાત સરકારના ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં 300 જેટલા વિકલાંગ છાત્રોએ ભાગ લીધો હતો, જે અંતર્ગત દહીંસરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વનરાજસિંહ કેશુભા ચૌહાણે 18 વર્ષના ગોળાફેંક જૂથમાં રાજ્યકક્ષાએ પ્રથમ ઉપરાંત ચક્રફેંક સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. અગાઉ યોજાયેલા મહાકુંભમાં પણ વનરાજસિંહે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ગામના આગેવાનો તેમજ સરપંચે તેને બિરદાવ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer