ભુજમાં પાંચ મહિલા ખેલી તીનપત્તી રમતા ઝડપાઇ

ભુજ, તા. 15 : શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલા રાજીવનગર ખાતે ગંજીપાનાં વડે તીનપત્તીનો જુગાર રમી રહેલી પાંચ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી અને તેમની સામે ધોરણસરનો ગુનો દાખલ કર્યો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ દ્વારા આજે બપોરે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગીતાબેન લક્ષ્મણ ગોસ્વામી, મીનાબેન નવીનચંદ્ર, ઝરીનાબેન ઇસ્માઇલ સુમરા, ચાંદની જીતુ રાઠોડ અને મીરાબેન (ઉર્ફે જ્યોતિ) પૂજારીને પકડાયાં હતાં. આ મહિલા ખેલીઓ પાસેથી રૂા. 11,200 રોકડા કબ્જે કરાયા હતા. હેડ કોન્સ્ટેબલ પંકજ કુશવાહાએ તેમની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer