ભુજ જી.કે. વિષે રાહુલનું ટ્વિટ

ભુજ જી.કે. વિષે રાહુલનું ટ્વિટ
નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્નોત્તરીની  શ્રેણીને જારી રાખતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટ્વિટર પર તેના આઠમા પ્રશ્નને મૂક્યો હતો. સાતમા પગારપંચ અને ફુગાવા પરનો પ્રશ્ન વડાપ્રધાનને પૂછ્યા બાદ ગાંધીએ હવે આરોગ્ય સેવા પર સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કચ્છના જિલ્લા મથક ભુજમાં આવેલી વિશાળ અદ્યતન સરકારી હોસ્પિટલને 99 વર્ષ માટે લીઝ પર આપી દેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કર્યું હતું કે `ભુજમાં `મિત્ર 'ને 99 વર્ષ માટે આપી સરકારી હોસ્પિટલ, શું આ જ છે તમારી આરોગ્ય વ્યવસ્થાની કમાલ?' બાળકોમાં કુપોષણ અને ઊંચા બાળમૃત્યુ દરનો મુદ્દો ઉપાડતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શું આવી જ છે ભારતીય જનતા પક્ષની સરકારની આરોગ્ય નીતિ? છેલ્લા ટ્વિટમાં રાહુલે કહ્યું હતું કે, 39 ટકા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે, દર હજારે 33 નવજાત શિશુઓ મૃત્યુ પામી રહ્યાં છે, આરોગ્યનો ખર્ચ વધી રહ્યો છે, અને પૂરતા તબીબો પણ નથી. ભુજમાં તો તમે સરકારી હોસ્પિટલ તમારા મિત્રને આપી દીધી છે. આ તમારા આરોગ્યતંત્રનું આશ્વર્ય છે? શું ભાજપ સરકાર માત્ર સંપત્તિવાન માટે જ કામ કરે છે? એવો સાતમો સવાલ પૂછ્યાના બીજા જ દિવસે રાહુલે આ આઠમો પ્રશ્ન ઉઠાવ્યો હતો. 

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer