ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીને ઝડપાયા

ભુજ, તા. 6 : શહેરમાં ભીડનાકા બહાર દાદુપીર રોડ ઉપર પાંજરાપોળ સામે આવેલા કોળીવાસ પાછળના વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે ધાણીપાસાનો જુગાર રમી રહેલા પાંચ ખેલીને સ્થાનિક પોલીસે દરોડો પાડીને પકડી પાડયા હતા અને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.  ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે કરેલી આ કાર્યવાહીમાં ભુજના ઇબ્રાહીમ મામદ ગગડા, સલીમ સાલેમામદ મીંયાણા, શામજી વેલજી કોળી, વેલજી ધનજીભાઇ કોળી અને જુમા ઇશાક ત્રાયાની જુગાર રમવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રૂા. 1300 રોકડા કબજે લઇને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું.  

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer