શિણાયમાં યુવતીને દવા પીવડાવનાર સામે ગુનો

ગાંધીધામ, તા. 6 : તાલુકાના શિણાય ગામના બગીચામાં યુવતીને ઝેરી દવા પીવડાવી દેવાના બનાવમાં અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામના ખોડીયાર નગરમાં રહેતી માધુરીબેન મૌર્યા નામની યુવતી તુલસી બચુ દેવીપૂજક સાથે અંતરજાળમાં રહેતી હતી. પરિણીત એવા આ શખ્સને યુવતી સાથે લગ્ન ન કરવા પડે તે માટે તે યુવતીને શિણાય ગામના બગીચામાં લઇ ગયો હતો. જ્યાં તેઓ ઠંડા પીણામાં ઝેરી જંતુનાશક દવા ભેળવી યુવતીને પીવડાવી દીધી હતી. આ યુવતીને વધુ સારવાર માટે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તે સંપૂર્ણ ભાનમાં આવતાં અંતે આ બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. 

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer