હરિદ્વારના કચ્છી આશ્રમમાં 500 કચ્છી બહાર આવી ગયા

ભુજ, તા. 6 : ઉત્તર ભારતમાં આજે રાત્રે 8.50 વાગ્યાની આસપાસ ધરતીકંપ આવતાં હરિદ્વારમાં કચ્છી આશ્રમમાં રોકાયેલા કચ્છીઓ પોતાના રૂમ છોડીને મેદાનમાં આવી ગયા હતા. ભૂકંપ આવ્યા પછી તુરંત હરિદ્વારથી કચ્છમિત્ર સાથે વાત કરતાં કચ્છી આશ્રમના અધ્યક્ષ અને મહંત હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ભારે અવાજ સાથે ધરતી ધ્રૂજવા માંડી હતી. ભૂકંપ હોવાનું જાણી જતાં કચ્છી આશ્રમમાં રોકાયેલા 500 જેટલા કચ્છીઓ બધા જ મેદાનમાં આવી ગયા હતા. ગડગડાટી સાથેના અવાજ સાંભળી પોતાના રૂમમાં રહેલા કચ્છી યાત્રિકો પણ ગભરાઇ ગયા હતા. હરિદાસજી મહારાજે જણાવ્યું કે, કચ્છી આશ્રમમાં ભાગવત કથા ચાલતી હોવાથી યજમાન અને શ્રોતાઓ અહીં આશ્રય લઇ રહ્યા છે. દોડાદોડી કરીને બહાર આવેલા તમામ યાત્રિકોને શાંતિ જાળવવા તેમણે અપીલ કરી હતી અને સદ્ભાગ્યે કોઇને કંઇ ઇજા નથી પરંતુ ધરતીકંપની તીવ્રતા મોટી હોવાનો અંદાજ તેમણે આપ્યો હતો. 

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer