રવિવારે ટોડા ખાતે જૈન સમાજના સમૂહલગ્નોત્સવમાં 22 યુગલો જોડાશે

ભુજ, તા. 6 : શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા સમસ્ત જૈન સમાજનો 27મો સમૂહલગ્નોત્સવ તા. 9 અને 10  અરનાથ જૈન તીર્થ ટોળા ખાતે યોજાશે. જેમાં જૈન સમાજનાં 22 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન તથા ઉપાધ્યક્ષ ગોવિંદજી પટેલ તથા પ્રવીણ લોડાયાના જણાવ્યા મુજબ આજે મોંઘવારીના યુગમાં સમાજના પરિવારો ખોટા ખર્ચાથી બચે તેવા ઉદેશ સાથે ગ્રુપ દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં કચ્છમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.  તા. 9ના સવારે 7 કલાકે જાનૈયા-માનૈયાઓનું સ્વાગત, સવારના 9 કલાકે અરનાથ મહાપૂજન, બપોરે 2 વાગ્યે મહાકાળી માતાજીની ભાવના, રાત્રે સમૂહ દાંડિયારાસ તા. 10ના સવારે 7-15 વાગ્યે કન્યાદાન પ્રદર્શન ઉદ્ઘાટન, 8 વાગ્યે વરઘોડો,  10-15 વાગ્યે હસ્તમેળાપ, 1 વાગ્યે સત્કાર અને અભિવાદન સમારોહ તથા બપોરે 3-30 વાગ્યે કન્યા વિદાય કાર્યક્રમો યોજાશે. 

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer