ભાતીગળ ભુજની ભવ્યતા

ભાતીગળ ભુજની ભવ્યતા
આજે ભુજનો 470મો  સ્થાપના દિન છે. ભુજ શહેરની સ્થાપના માગશર સુદ-5 સવંત 1605માં થયેલી. ભુજની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે. ભુજિયો ડુંગર અને હમીરસર તળાવ ભુજની ભવ્ય શોભા છે. ભુજ શહેર અક્ષાંશ રેખાંશ 23.15 અને 69.40 પર વસેલું છે. ભુજનાં પાંચ નાકા અનુક્રમે મહાદેવ, ભીડ, સરપટ, પાટવાડી અને વાણિયાવાડ જ્યારે છઠ્ઠી બારી છે. ભુજ સ્થાપનાની ખીલી દરબારગઢમાં આવેલી છે. દર વર્ષે ભુજ સ્થાપના દિને આ ઐતિહાસિક ખીલીનું શાત્રોક્ત વિધિથી શહેરના પ્રથમ નાગરિક, નગરપતિ પૂજન કરે છે. કચ્છના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં ભુજનો મહત્ત્વનો ફાળો છે. ભૂકંપ  પછી નવી વસાહતો થતાં ભુજનો વિસ્તાર વધ્યો છે. સિટી બસની પણ સગવડ છે. આ ભવ્ય શહેરના પ્રથમ નગરપતિ બનવાનું માન મૂળશંકરભાઇ ગોરને મળ્યું હતું. હમીરસરને 1953માં પ્રથમ વખત જ વધાવવાનું ગૌરવ અને માન (ગુ.રા.ના માજી અધ્યક્ષ) જે-તે વખતના નગરપતિ કુન્દનલાલભાઇ ધોળકિયાને ફાળે ગયું હતું. ભુજની પ્રજા હેતાળ, પરિશ્રમી અને શાંત છે. સોહામણું, રળિયામણું, હરિયાળું અને સૌને ગમે તેવા ભુજની ભવ્યતાનો ઇતિહાસ લાંબો છે. આજે આપણે આપણા શહેરની ભવ્યતાને વધાવીએ અને ભુજવાસી તરીકે ગૌરવ વધારીએ.
-મગનભાઇ ઠક્કર 

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer