હોંગકોંગ ઓપનમાં સાઇના-સિંધુ બીજા રાઉન્ડમાં

હોંગકોંગ ઓપનમાં સાઇના-સિંધુ બીજા રાઉન્ડમાં
કોલૂન (હોંગકોંગ) તા.22: ભારતની અનુભવી શટલર સાઇના નેહવાલ અને યુવા સ્ટાર પીવી સિંધુ હોંગકોંગ ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. પુરુષ વિભાગમાં પી. કશ્યપ અને સૌરભ વર્મા  પહેલા રાઉન્ડની બાધા પાર કરી શકયા ન હતા. સાઇના નેહવાલે પહેલા રાઉન્ડમાં 44મા ક્રમની ડેનમાર્કની ખેલાડી મેટ્ટે પોલસન સામે 21-19 અને 23-21થી રસાકસી બાદ જીત મેળવી હતી. સાઇનાની બીજા રાઉન્ડમાં આઠમા નંબરની ખેલાડી ચીનની ચેન યૂફેઇ     સામે ટકકર થશે. જયારે બીજા નંબરની ખેલાડી પીવી સિંધુનો હોંગકોંગની કવોલીફાયર  ખેલાડી લેંગ યેટ યી સામે 21-18 અને 21-10થી વિજય થયો હતો. પુરુષ વિભાગમાં પી. કશ્યપનો દ. કોરિયાના ખેલાડી લી ડોંગ કિયુન સામે 1પ-21, 21-9 અને 22-20થી ત્રણ સેટના અંતે પરાજય થયો હતો. જયારે સૌરભ વર્માનો પણ  ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તો સામે 1પ-21 અને 8-21થી પરાજય થયો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer