ભુજમાં જરૂરિયાતમંદ ૧૫૦ થી વધુ દર્દીઓના આરોગ્યની ચકાસણી

ભુજમાં જરૂરિયાતમંદ ૧૫૦ થી વધુ દર્દીઓના આરોગ્યની  ચકાસણી
ભુજ, તા. 22 : શહેરના સરપટ નાકા સ્થિત ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડીમાં વિજયાબેન વીરજી પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મ સમાજના અગ્રણી પંકજભાઈ પ્રાણજીવન માકાણીના પુત્ર વંશના જન્મદિન નિમિત્તે ભોજાય સર્વોદય ટ્રસ્ટના માધ્યમથી વિવિધ રોગ નિદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં 150થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. પ્રારંભ દાતા પરિવારની સાથે સેવાભાવી ડોકટરની ટીમ જયંત વસા, ડો. કનક મોરી અને ડો. હસુમતીબેન છેડા (મુંબઈ) વિ.ના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. આ અવસરે ઉપસ્થિત રાજગોર સમાજના કા. પ્રમુખ તનસુખ જોશી, સુરેશ ગોર, અંબાલાલ મોતા, જગદીશ ગોર, જિતેન્દ્રભાઈ, અરવિંદ અજાણી, શિવશંકરભાઈ, હેમલતાબેન, વસંતબેન, પ્રફુલ્લભાઈ, શાંતિલાલ બાવા વિ.એ પંકજભાઈની નવતર પહેલને આવકારીને બિરદાવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક દવાઓના વિતરણની સાથે ઓપરેશનલાયક દર્દીને ભોજાય ખાતે આવવા-જવાની વ્યવસ્થા દાતા પરિવાર દ્વારા કરાઈ હતી. વ્યવસ્થા વિરેનભાઈ નાગુ, જિતેશભાઈ, હસ્મિતાબેન વિઠ્ઠા, ગીતાબેન જોશી, જિજ્ઞાબેન વિઠ્ઠા, મીનાબેન શિણાઈ અને પૂનમબેન ગોર વિ.એ સંભાળી હતી.   

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer