કોઈ પક્ષને માંડવીમાં સ્થાનિક ઉમેદવાર શું ન મળ્યા ?

માંડવી, તા. 21 : સ્થાનિકના તમામ ઉમેદવારને એકબાજુએ મૂકીને વિધાનસભાની ચૂંટણી માટે બંને રાજકીય પક્ષોએ દૂરના વિસ્તારના સભ્ય ઉપર પસંદગી ઉતારીને માંડવીના મતદારો અને લોકોને બિચારા અને કમનસીબ બનાવી નખાયા હોવાની પ્રતિક્રિયા અત્રેના આગેવાને આપી હતી. માંડવીના આગેવાન વાડીલાલ દોશીએ દુ:ખ સાથે જણાવ્યું હતું કે, એક સમયે સમગ્ર કચ્છનું રાજકારણ માંડવીથી થતું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશચંદ્ર મહેતા, બેથી વધારે ટાઇમ સુધી રાજ્યસભાના સભ્ય અનંતભાઇ દવે, સતત કાર્યશીલ ઝુમખલાલભાઇ મહેતા, નોશીરભાઇ દસ્તુર, જયકુમાર સંઘવી, હરિરામભાઇ કોઠારી, તારાચંદભાઇ છેડા, ધનજીભાઇ પટેલ, છબીલભાઇ પટેલ વગેરે પૈકીના ઘણા બધા સ્થાનિકે માંડવીના હતા. ભાજપના અને કોંગ્રેસના આગેવાનોએ આ વખતની ચૂંટણીમાં 500 કિ.મી. દૂર રહેતા કોંગીના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને તથા 200 કિ.મી. દૂરના ભચાઉના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને ભાજપે માંડવીની ટિકિટ આપી છે. ખરેખર તો માંડવીની સીટ માટે સ્થાનિકના એક ડઝનથી વધારે લોકોએ ટિકિટની માગણી કરી હતી જેમાં તારાચંદભાઇ છેડા, અનિરુદ્ધભાઇ દવે, માધવીબેન દવે, ચેતનભાઈ ભાનુશાલી, છાયાબેન ગઢવી, સુજાતાબેન ભાયાણી, મંગલદાદા, હંસરાજભાઇ?ધોળુ, વિજયભાઇ ગઢવી, સલીમભાઇ જત, મિતેષ મહેતા સહિતના હતા. શું આમાં કોઇ જ સક્ષમ ન હતા  બંને પક્ષોને આ બધા ટિકિટ વાંચ્છુઓમાંથી કોઇ જ સક્ષમ ન લાગ્યા  સ્થાનિક લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે આ બધું પક્ષોને કનડતા ઉમેદવારોને સાચવવા એડજેસ્ટમેન્ટ કર્યું છે. જે થયું તે માંડવીના રાજકીય આગેવાનોનું કાર્ય યોગ્ય ગણાયું નથી તેવું શ્રી દોશીએ ઉમેર્યું હતું.   

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer