બાળકો સાથે વાલીઓ હૂંફની સાથે પૂરતી મિત્રતા કેળવી તેમને ચોક્કસ દિશા આપે

અંજાર, તા. 21 : અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એચ. બી. પલણ?કોલેજ ઓફ?આર્ટ્સ એન્ડ કોમર્સ, કોલેજ વિભાગમાં સંસ્થા સંચાલિત બંને માધ્યમની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનાં બાળકો અને તેમના વાલીઓ માટે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી મહારાજ, આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ સંસ્થાનના પ્રથમ વર્તમાન આચાર્ય દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ?પલણ?અને સંસ્થાના એજ્યુ. કો-ઓર્ડિનેટર ડો. શિલ્પાબેન ભટ્ટે દીપ પ્રાગટય દ્વારા સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. સંસ્થાના પ્રમુખે સ્વામીજીનું સન્માન કરેલું, જ્યારે સ્વામીજી સાથેનાં વંદનાબેન મહેતાનું સ્વાગત ડો. શિલ્પાબેન ભટ્ટે કર્યું હતું. સ્વામીજીએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સમક્ષ જીવનમાં અભ્યાસના મહત્ત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મૂંઝવતા પ્રશ્નો અન્વયે સ્વામીજીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી. સ્વામીજીએ બાળકોને પૂરતો વિશ્વાસ, હૂંફ, મિત્રતા કેળવવી અને ચોક્કસ દિશા આપવા પ્રયત્ન કરવા, મોબાઇલ એ વિદ્યાર્થીઓ માટે સુસાઇડર બોમ્બ છે એવું જણાવી વાલીઓને પોતાના બાળક પ્રત્યે મોબાઇલના ઉપયોગ દરમ્યાન દેખરેખ રાખવા અનુરોધ?તેમણે કર્યો હતો. ગુજરાતી માધ્યમ માધ્યમિક વિભાગના આચાર્ય સૂરજસિંહ ચૂડાસમા, અંગ્રેજી માધ્યમના આચાર્ય ડો. ફરીદભાઇ?ખોજા તેમજ બંને માધ્યમ અને કોલેજ વિભાગના કર્મચારી ગણની ઉપસ્થિતિમાં 400 વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંચાલન કોલેજ વિભાગના અધ્યાપક ભાવીબેન ધોળકિયાએ કર્યું હતું.   

Crime

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer