સુકાની કોહલી પાસે છે ગાંગુલીથી આગળ થવાનો મોકો

નવી દિલ્હી, તા. 13 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી લભગભ દરેક સિરીઝમાં એક નવો રેકોર્ડ બનાવે છે. જો આ સિલસિલો તે શ્રીલંકા વિરુદ્ધની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં પણ જાળવી રાખશે તો તેની પાસે પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીથી આગળ થવાનો મોકો બનશે. ભારતે આ વર્ષે જ શ્રીલંકાને તેની જ ધરતી પર ત્રણ ટેસ્ટની શ્રેણીમાં કલીનસ્વીપ કરી હતી. હવે ઘરેલુ શ્રેણીમાં પણ આવું જ પુનરાવર્તન થશે તેવું માનવામાં આવી રહ્યંy છે. જો ભારતીય ટીમ શ્રીલંકાને ફરી 3-0થી હાર આપશે તો ટેસ્ટ જીતના મામલે કોહલી ગાંગુલથી આગળ થઇ જશે. ગાંગુલીના સુકાનીપદ હેઠળ ભારતને 49 ટેસ્ટમાં 21 મેચમાં જીત મળી હતી.  જ્યારે કોહલીએ અત્યાર સુધીમાં 29 ટેસ્ટમાં સુકાન સંભાળ્યું છે. જેમાંથી 19 મેચમાં જીત અપાવી છે. જો હવે શ્રીલંકા સામે 3-0થી જીત મળશે તો કોહલીના નામે 22 જીત થઇ જશે અને તે સૌરવ ગાંગુલીથી આગળ થઇ જશે. ભારતીય ટીમે વિરાટ કોહલીના નેતૃત્વમાં સતત આઠ ટેસ્ટ મેચ જીતી છે. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer