ભુજમાં ફિલ્મીઢબની ઘટનામાં બળજબરીથી રૂપિયા લઇ જવાયા : પોલીસની નાકાબંધી
ભુજ, તા. 12 : શહેરમાં આર.ટી.ઓ. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ચકરાવા વચ્ચે ફિલ્મીઢબે બનેલી ઘટનામાં માધાપરના નવલકિશોરાસિંગ ફકીરાસિંગ સિંઘ (ઉ.વ.63) સાથે ઝપાઝપી દરમ્યાન તેમના ખિસ્સામાંથી પડી ગયેલા રૂા. સાત હજાર બે અજાણ્યા શખ્સ બળજબરીથી લઇ ગયા હતા.  પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ભોગ બનનાર નવલકિશોરાસિંગ ઇન્ડિકા કારથી જઇ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે અજ્ઞાત શખ્સે તેમને આંતર્યા હતા. આ બન્નેએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમ્યાન તેમના ખિસ્સામાંથી રૂા. સાત હજાર પડી ગયા હતા. જે રૂપિયા બન્ને આરોપી બળજબરીથી લઇ ગયા હતા. બનાવનાં પગલે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી. દ્વારા નાકાબંધી અને પેટ્રોલિંગ સાથે શોધખોળ કરાઇ હતી, પણ અજ્ઞાત બાઇકવાળા હાથમાં આવ્યા ન હતા.