બિદડામાં વિવિધ રોગો માટેના જુદા જુદા નિદાન સારવાર કેમ્પનો અનેક દર્દીએ લાભ લીધો
બિદડામાં વિવિધ રોગો માટેના જુદા જુદા નિદાન  સારવાર કેમ્પનો અનેક દર્દીએ લાભ લીધો બિદડા, તા. 12 : બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન વિવિધ કેમ્પો યોજવામાં આવ્યા હતા જેમાં ગત જાન્યુ. માસમાં ઓપરેશન કરાયેલા દર્દીઓ માટે ફોલોઅપ કેમ્પ પણ યોજાયો હતો. મુંદરા તા.ના કુંદરોડી ગામે આસપાસના ગામોના 529 દર્દીઓની દાંતની સારવાર ડો. રીકીન ગોગરી અને 13?ડોક્ટરોની ટીમ દ્વારા કરાઇ હતી. કુસુમબેન તથા દિનેશભાઇ?માલશી છેડાના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું. કો-ઓર્ડિનેટર તરીકે દેવચંદભાઇ ફુરિયાએ સેવા આપી હતી. ફીટવાઇ કેમ્પમાં 88 દર્દીઓની મગજની તપાસ કરાઇ હતી. ડો. જનકનાથને 202 દર્દીઓને તપાસ્યા હતા અને ટ્રસ્ટમાંથી રાહતદરે દવા અપાઇ હતી. કિશોર દવેએ ઇઇજી દ્વારા તપાસ કરી હતી. દર ત્રણ માસે આ કેમ્પ યોજાય છે. બાળ હાડકાં રોગમાં ડો. તરલ નાગડા અને એમની ટીમ દ્વારા 29 નવા અને 26 જૂના દર્દીની તપાસણી કરવામાં આવી હતી જેમાંથી 21 દર્દીઓના હાડકાં રોગના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. ડો. જયદીપ, ડો. સંતોષ, ડો. નરસાપુરકર (એનેસ્થેશિયા) અને એમની ટીમે સેવા આપી હતી. જયા રિહેબ. સેન્ટર ખાતે બાળ લકવા માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં જયા રિહેબ.ના ડાયરેક્ટર મુકેશ દોશી, આસિ. ડાય. વીરેન્દ્ર સાંડલિયા, ડો. તરલ નાગડા, ડો. જનક નાથન, ડો. અશોક ત્રિવેદી, ડો. પ્રવીણા, ડો. ઝરણાએ પ્રેઝન્ટેશન દ્વારા બાળ લકવા વિશે વિસ્તૃત સમજ આપી હતી. ડો. નાગડાએ લાઇવ સર્જરી દ્વારા સમજ આપી હતી. આંખના પડદાના 27 દર્દીઓની રાજકોટના ડો. શિવ મલ્લીએ તપાસણી અને બે દર્દીઓનાં ઓપરેશન અને ત્રણ દર્દીઓને ઇન્જેક્શન આપ્યા હતા. આંખના સર્જન ડો. કૃણાલ ભાલોડીએ સેવા આપી હતી. હૃદયરોગ શિબિરમાં મુંબઇની સાયન હોસ્પિટલ અને કરમસદની કૃષ્ણા હોસ્પિટલના હૃદયરોગના સર્જન ડો. દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જેમાં 21 નવા અને 56 જૂના દર્દીઓની તપાસ કરાઇ હતી. 51 દર્દીઓના ટુડી ઇકો રિપોર્ટ અને 59 દર્દીઓની ઇ.સી.જી. તપાસ થઇ હતી. 22 દર્દીઓને ઓપરેશન માટે પસંદ કરાયા હતા. જેમના કરમસદ અને મુંબઇમાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. જનરલ સર્જરી કેમ્પમાં મુંબઇના સર્જન દ્વારા દર્દીઓની તપાસણી અને 37 દર્દીઓના સ્થાનિકે ઓપરેશન કરવામાં આવ્યા હતા. સારણગાંઠ, હરસ, મસા, રસોળી વિ. જેવા ઓપરેશન વિનામૂલ્યે કરાયા હતા. મુંબઇના ચામડી રોગના નિષ્ણાત ડો. રાજીવ પાઠકે 41 દર્દીઓની તપાસણી કરી હતી અને 29 દર્દીઓની લેઝર મશીન દ્વારા સારવાર કરી હતી. સ્કિન લેઝર કેમ્પ દરમહિને યોજાય છે. આઇ રેટીનાના મુંબઇના સ્પેશ્યાલિસ્ટ ડો. શોમીલ શેઠે 11 દર્દીઓના રાહતદરે ઓપરેશન કર્યા હતા. આ કેમ્પો દરમ્યાન ટ્રસ્ટીઓ શાંતિભાઇ?વીરા, હરખચંદ સાવલા, નાનજી વેલજી છેડા વિ.એ દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. મુંબઇના વોલંટીયરો અનિતા ભીડે, રીટાબેન નિશર, રફીક મિત્રી, ચીંચુબેન, અશોક સત્રા, હેમાબેન સોની, પ્રવીણ સાવલા, અક્ષય શાહ, કિંજલ વોરા, રબારી મામા, શાંતિલાલ સાવલા, ક્રિષ્નાબેન, જીવરાજ પટેલ, રમેશ?પટેલ તથા સ્ટાફના ભાઇ-બહેનોનો સહયોગ સાંપડયો હતો.