મુંદરાના યુવાનનું અજાણ્યા વાહન તળે આવી જતાં મોત

ભુજ, તા. 11 : મુંદરા-લુણી વચ્ચેના માર્ગ ઉપર કોઇ અજ્ઞાત વાહન તળે આવી જવાથી મુંદરાના ગુર્જરવાસ વિસ્તારમાં રહેતા પ્રવીણ ભીખાભાઇ નામના યુવકને સ્થળ ઉપર જ મોત આંબી ગયું હતું.  પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ, આજે સાંજે આ ઘટના બની હતી. મરનારની ઓળખ પહેલાં થઇ શકી ન હતી. આ પછી ઓળખ શક્ય બની હતી. અકસ્માત બાદ અજાણ્યા વાહનને તેનો ચાલક નસાડી ગયો હતો. મુંદરા મરીન પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer