સ્વૈચ્છિક નિવૃત્ત થનારાઓ માટે રાજ્ય સરકારના ઠરાવથી કચ્છમાં ખુશી વ્યાપી

ભુજ, તા. 11 : આરપીઓ 98 મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ, કુટુંબ પેન્શન વિગેરે કેસોમાં પેન્શન રિવિઝન કરવા બાબતે ઉપસ્થિત થયેલા મુદ્દાઓ પરત્વે કન્ટેમ્પ ઓફ?ધ કોર્ટની રિટ પીટીશન સંદર્ભે સહાનુભૂતિપૂર્વકની વિચારણા બાદ ગુજરાત સરકારના નાણાં ખાતા દ્વારા ઠરાવ બહાર પાડી તેની નકલ વડી અદાલતમાં રજૂ કરાતાં અદાલતના હુકમથી સરકારના સંબંધિત સત્તાધીશોને બે માસમાં સંબંધિતોને તેમનું ડયુ એરિયર્સ ચૂકવી આપવાની સૂચના અપાઇ?છે. આ સમાચારથી કચ્છના સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારાઓમાં ખુશી વ્યાપી છે. રિટ પીટીશન એક્શન કમિટી કચ્છ યુનિટના ભાસ્કરરાય વોરાની યાદીમાં જણાવ્યા મુજબ તા. 1/1/96 પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા સરકારી અધિકારી / કર્મચારીઓના કેસમાં જેમની નોશનલ સેવાનો સમય તા. 1/1/96 કે ત્યારબાદ આવતો હોય તેમને તા. 1/1/96ના રોજ આરપીઓ 98 એટલે કે પાંચમા પગાર પંચ અન્વયે તેઓને મળવાપાત્ર સંભવિત પગાર ધોરણમાં પગાર નક્કી કરી, પગાર ચકાસણી કરાવી નિયમોનુસાર મળવાપાત્ર?ઇજાફાઓને ધ્યાને લઇ પેન્શન કેસોનું આખરીકરણ કરવાનું રહેશે અને તા. 9/6/99ના ઠરાવની અન્ય શરતો યથાવત રહી હોવાનો ગુજરાત સરકારના નાણાં વિભાગ ઠરાવ પસાર કરી વડી અદાલતમાં રજૂ કર્યો છે. આમ, 14 વર્ષની લડત બાદ સુખદ અંત આવ્યો છે. આ લડતમાં જોડાયેલાઓનો ભાસ્કરભાઇએ આભાર માની અદાલતના હુકમ અને નાણાં ખાતાના ઠરાવ અંગેના દસ્તાવેજોનું રિટ?પીટી. ભાઇ-બહેનોને વિતરણ કરવા તા. 13/10ના સાંજે 5.30 વાગ્યે બાલશાળા, હાટકેશ?કોમ્પ્લેક્સની બાજુમાં બેઠક બોલાવી છે જેમાં દરેક રિટ?પીટીશનર્સોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer