મુંદરા અને માંડવીના છ શખ્સ પાંચ જિલ્લામાંથી એક સાથે તડીપાર કરાયા
મુંદરા, તા. 13 :  સમાજ જીવન સુચારુ ચાલે એ માટે ગુનાહિત તત્ત્વોને દૂર ખસેડવા સ્થાનિક પ્રાંત અધિકારી ડો. એ. કે. વસ્તાણએઁ મુંદરાની 4 અને માંડવીની 2 વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિને તડીપારનો હુકમ કરતાં આવા તત્ત્વોમાં સોંપો પડી ગયો છે. મુંદરાની જે 4 વ્યક્તિની વિરુદ્ધ હદપારીનો હુકમ કરવામાં આવ્યો છે એમાં અજય રામ લખન વર્મા (રહે. રાયકા કોલોની ટુંડા), દિલીપ ઉમેદરાય ચૌધરી (રહે. નાના કપાયા), ઇસ્લામુ હક્ક કાસિમ હક્ક (રહે. નાના કપાયા), બાકીરાજ રામ ક્રિષ્ના કાઉન્ડર (રહે. નાના કપાયા) જ્યારે માંડવીની જે બે વ્યક્તિને હદપાર કરવામાં આવી છે તેમાં ઇમરાન ઉર્ફે ઇમલો સાલે મામદ ઓઢેજા (રહે. રાઠોડ ફળિયું માંડવી), હરશી જુમ્મા મહેશ્વરી  (રહે. મોટી ઉનડોઠ)નો સમાવેશ થાય છે. આ છ આરોપીને કચ્છ-બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને પાટણ જિલ્લામાંથી 1 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે. સબડિવિઝન મેજિસ્ટ્રેટે આજે આ હુકમ કર્યા બાદ પોલીસ દ્વારા બજવણી કરાઇ હતી.