આદિપુરમાં એસિડ પીનારી યુવતીનું થયેલું મૃત્યુ

ગાંધીધામ, તા. 13 : આદિપુરમાં એસિડ ગટગટાવનારી યુવતી ભાવનાબેન રમેશ ચારણ (ઉ. વ. 18)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, હતભાગી યુવતીએ ગતરાત્રિના 9 વાગ્યાના અરસામાં એસિડ ગટગટાવી લીધું હતું. આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ રાત્રિના 2.15 વાગ્યે તેણીએ દમ તોડી દીધો હતો. બનાવ પછવાડેનું કારણ અકળ છે. આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer