મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા બદલ રાજકોટની મહિલા સામે રોષ

મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા  બદલ રાજકોટની મહિલા સામે રોષ
અંજાર, તા. 13: ઇસ્લામના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ સામે હીન નિવેદનો કરનાર રાજકોટની મહિલા સામે પગલાં ભરવા કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઇત્તિહાદુલ્લ મુસ્લેમિન-એ-હિન્દ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. રાજકોટની સોનુ ડાંગર  નામની મહિલાએ ઇસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મોહમ્મદ અંગે તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ તેમજ સમાજ વિશે અશોભનીય ઉચ્ચારણો કરી લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાનો આક્ષેપ પ્રાંત અધિકારીને પાઠવાયેલા આવેદનપત્રમાં કરાયો હતો. આ આવેદનપત્ર પાઠવવા સમયે મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમાભાઇ રાયમાએ જણાવ્યું કે, ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર ફક્ત મુસ્લિમો નહિ, પરંતુ સમગ્ર માનવજાત માટે દયાવાન બનીને આવ્યા છે. કોમી એકતાને મજબૂત કરવા હિન્દુ સમાજના રવિભાઇ આહીર, ગોવિંદ દનિચા, શીખ સભાના સેક્રેટરી સંજયભાઇ ગાંધી, ક્રિશ્ચિયન સમાજના એબેસ જેસુદાસે ઉપસ્થિત રહી લાગણી વ્યક્ત કરી હતી. રફીકશા સૈયદ, કાસમશા સૈયદ, અભામિયાં સૈયદ, અનવરશા સૈયદ, મામદભાઇ આગરિયા વિ.એ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો એવું સંસ્થાના મામદભાઇ આગરિયાની યાદીમાં જણાવાયું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer