પોતાના ધર્મનું દરેકે રક્ષણ કરવું જોઇએ

પોતાના ધર્મનું દરેકે રક્ષણ કરવું જોઇએ
ભચાઉ, તા. 13 : તાલુકાનાં સામખિયાળી ગામે સંત સંધ્યાગિરિ બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય અખિલ ભારતીય વૈદિક મહાસંમેલનના સમાપને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ?વાળાએ કહ્યું કે, પોતાના ધર્મનું રક્ષણ દરેકે કરવું જોઇએ, હિંસાત્મક વલણ અપનાવવાનું કોઇ?ધર્મમાં નથી, આપણો હિન્દુ ધર્મ સહિષ્ણુ છે. ચાર વેદમાં સમષ્ટિનું હિત સમાયેલું છે. ગૌ-ગંગા-ગીતા એટલે અહિંસા-પ્રકૃતિ અને સત્શાત્ર થકી સર્વાંગી વિકાસ થાય છે. શ્રી વાળાએ વધુમાં જણાવ્યું કે, સંસ્કૃતિનો દીપક અખંડ ચમકતો રાખવો હોય તો વેદ-વૈદિક જ્ઞાન-સનાતન ધર્મ તરફ ઓતપ્રોત થવું પડશે.  સંત સંધ્યાગિરિ બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય સામખિયાળી, સોમનાથ સંસ્કૃત યુનિ. વેરાવળ, મહર્ષિ સાંદીપનિ રાષ્ટ્રીય વેદ પ્રતિષ્ઠાન ઉજ્જૈન દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલપ્રદેશ, આસામ, દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક, ઓરિસ્સા સહિતના રાજ્યોમાંથી વૈદિક પરંપરામાં નિષ્ણાત, વિદ્વાન, વૈદિક બ્રાહ્મણો 200 જેટલા તો શ્રોતાવર્ગમાં 100 જેટલા કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ જિલ્લાના કર્મકાંડી બ્રાહ્મણો-કથાકારો સહિત ભાવિકોથી ડોમ ભરાઇ ગયો હતો. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અન્ય વક્તા પૂ. સ્વામી શિવ જ્યોતિષાનંદગિરિજી, સંધ્યાગિરિ આશ્રમના મહંત પૂ. ભગવતગિરિ બાપુ, સાંસદ વિનોદભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ-કુલસચિવ સોમનાથ યુનિ. વગેરેએ મંચ પર રાજ્યપાલ શ્રી વાળાનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ વજુભાઇ?વાળા તથા અન્ય અતિથિનું સ્મૃતિચિહ્નથી ભગવતગિરિ બાપુ, મોમાયાભા ગઢવી, મૂળજીભાઇ મ્યાત્રા, કેશવજીભાઇએ જ્યારે પુષ્પગુચ્છથી ગાંધીધામ ચેમ્બર પ્રમુખ બાબુભાઇ?હુંબલ, અનિરુદ્ધભાઇ દવે, ડોલરરાય ગોર, કાના નારણભાઇ ચાવડા, કાના સવાભાઇ ડાંગર, ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, ધારાસભ્ય પંકજભાઇ મહેતા, શાત્રી વિપુલભાઇ, મહેન્દ્રભાઇ દવેએ સન્માન કર્યું હતું. મણોદરા રાજાભાઇ, ઉમિયાશંકર જોશી તરફથી અગ્રણીઓનું સન્માન કરાયું હતું. પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ?શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કચ્છ ષડ્દર્શન સંત સમાજના પ્રમુખ પૂ. દેવનાથ બાપુ, પૂર્વ પ્રમુખ કૃષ્ણાનંદજી કબરાઉ સહિતના અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. અર્કનાથ ચૌધરી (કુલપતિ-સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય), વીરપાક્ષ જડિયાલ, ઉજ્જૈન મહર્ષિ સાંદીપનિ વેદ વિદ્યાપ્રતિષ્ઠાન, ડાયાભાઇ શાત્રીએ વક્તવ્ય આપ્યું હતું. આયોજન?ડો. અશ્વિનભાઇ રાજગોર (સોલા વિદ્યાપીઠ-અમદાવાદ)એ કર્યું હતું. શત્રુઘ્ન પાણીએ પણ સંચાલન સહયોગ કર્યો હતો. આભારવિધિ વિકાસ રાજગોરે કરી હતી. આયોજક સંસ્થાના પૂ. ભગવતગિરિ બાપુએ કહ્યું કે, દર વર્ષે ચર્ચાસત્ર યોજાતા ત્યારે ભારતભરમાંથી વૈદિક સંમેલનમાં જિજ્ઞાસુઓ-જ્ઞાનીઓ આવે તેવો આવેલો વિચાર મૂર્તિમંત થયો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer