24 કલાકમાં જ ભચાઉમાં ફરી 3થી ઉપરના ધરતીકંપથી ભય

ભુજ, તા.13 : વાગડ ફોલ્ટલાઈન ઉપર 24 કલાકમાં સતત બીજો 3.0થી ઉપરની તીવ્રતા ધરાવતો શક્તિશાળી ધરતીકંપ અનુભવાતાં આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો અનુસાર આજે સવારે 6.36 કલાકે ભચાઉથી 6 કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વે 23.340 અક્ષંાશ અને 70.378 રેખાંશ પર કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની આંકવામાં આવી હતી. આ કંપન જમીનમાં 30.8 કિ.મી. ઉંડે જન્મતાં ભચાઉ તથા આસપાસના વિસ્તારની ભૂમિ ધણધણી ઉઠતાં લોકો ભય પામ્યા હતા. જોકે આ કંપનથી કોઈ નુકસાનના હેવાલ નથી. આ ધરતીકંપની સાથે જ ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ઓછી તીવ્રતાના કંપન દિવસના અલગ-અલગ સમયે અનુભવાયાં હતાં. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ભચાઉ નજીક જ ભરબપોરે 3.0 તીવ્રતાના ધરતીકંપનો અનુભવ થયો હતો. 24 કલાકની અંદર જ ફરી એ જ વિસ્તારમાં કંપનને કારણે લોકોમાં ભય વધ્યો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer