સ્વાઇન ફ્લુના ત્રણ દર્દી વધ્યા
ભુજ, તા. 13 : સ્વાઇન ફ્લુના આજે વધુ ત્રણ દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. લખપત તાલુકા મથક દયાપરની તાલુકા પંચાયત નજીક રહેતાં 60 વર્ષીય મહિલાની ભુજની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પર સારવાર ચાલુ છે. ભુજ તા.ના ખાવડાની સરકારી કોલોનીના 34 વર્ષીય પુરુષની ભુજની ખાનગી હોસ્પિટલમાં તબિયત સ્થિર છે. ગાંધીધામના 10-એ ગુરુકુળનાં 48 વર્ષીય મહિલા ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાન્યુ.થી આજ સુધી પોઝિટિવના 232 દર્દી નોંધાયા છે. તે પૈકી 179 સ્વસ્થ થયા છે. અત્યારે 16 દર્દી વિવિધ દવાખાનાના બિછાને છે તેવું એપીડેમિયોલોજિસ્ટ - કચ્છની યાદીમાં જણાવાયું છે.