પાંસઠ ટકા યુવાનોની શકિતવાળો ભારત દેશ પ્રચંડ શકિતનો સાગર
પાંસઠ ટકા યુવાનોની શકિતવાળો  ભારત દેશ પ્રચંડ શકિતનો સાગર ભુજ, તા. 13 : સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીરે અંજાર ટાઉનહોલ ખાતે ભારત વિકાસ પરિષદ, અંજાર દ્વારા ઓયોજિત `ભારત કો જાનો પ્રશ્નમંચ' તથા `રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગીતા' કાર્યક્રમને મહાનુભાવો સાથે ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે શ્રી આહીરે અંજાર ભારત વિકાસ પરિષદને અંજાર ખાતે સેંકડો વૃક્ષોનો સુંદર વૃક્ષ ઉછેર તથા નોખેરી સેવાકીય પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકાર વતી અભિનંદન આપ્યા હતા. ઉદઘાટા ભારત વિકાસ પરિષદના પ્રાદેશિક અગ્રણી જયંતીભાઇ નાથાણીએ પ્રાસંગિક  પ્રવચન કરતાં સરહદ પર સતર્ક જવાન અને દેશમાં સ્વાભિમાનની વાત સમજાવી હતી.  જીએનએસઇ શિક્ષણ સંસ્થા આદિપુરના શ્રી કમલે પ્રાસંગિકમાં જણાવ્યું કે, 65 ટકા યુવાઓનો ભારત દેશ પ્રચંડ શકિતનો સાગર છે.  સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આર્શિવચન આપ્યા હતા. પ્રારંભમાં પ્રસંગ પરિચય અંજાર ભારત વિકાસ પરિષદના પ્રમુખ અનંતભાઇ હુંબલ તથા સંસદીય સચિવ તથા આગેવાનો સંયોજક કલ્પેશભાઇ સોરઠિયા, દીપેન પંડયા, દિલીપસિંહ જાડેજા, સુરેશભાઇ ઓઝા, હરિભાઇ આહીર, અંકિત સોમેશ્વર વિગેરે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સહયોગીઓ, દાતાઓ કમલ કર્મચંદાણી, વેલસ્પનના મેડમ દાસ, આડાના નીરવ ભારદિયા, ઇફકોના પ્રતિનિધિનું સંસદીય સચિવ વાસણભાઇ આહીર તથા મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. અંજાર નગરપ્રમુખ પુષ્પાબેન ટાંક, ઉ.પ્ર.અનિલભાઇ પંડયા, પ્રકાશ કોડરાણી, જિલ્લા ભાજપા મહામંત્રી વલમજીભાઇ હુંબલ, ડેનીભાઇ શાહ, ગોવિંદજી કોઠારી, સંજય દાવડા, વિપક્ષી નેતા જિતેન્દ્ર ચોટારા, કિશોર ખટાઉ, જિલ્લા કિસાન મોર્ચાના ગોપાલ માતા, ગાંધીધામ ચેમ્બર્સના પ્રમુખ બાબુભાઇ હુંબલ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના કનૈયાલાલજી, વિ. ઉપસ્થિત રહ્યા હતા.