સમાજ-શિક્ષણમાં ખૂટતી કડી અંગે ધ્યાન દોરાયું
સમાજ-શિક્ષણમાં ખૂટતી કડી અંગે ધ્યાન દોરાયું ભચાઉ, તા. 13 : કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) યુવા સંઘ દ્વારા નવમો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં 200 જેટલા સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓ અને જી.પી.એસ.સી. પાસ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સભાના પૂર્વ પ્રમુખ અને કન્યા છાત્રાલયના દાતા નારણજીભાઈ કે. જાડેજાએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે નાણાંના અભાવે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે યુવા સંઘે જોવું જોઈએ તેમ કહી કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો. મુખ્ય દાતા એ.કે. જાડેજા (આઈ.જી. બોર્ડર રેન્જ-કચ્છ), વીરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા), ડો. ચંદ્રસિંહ જાડેજા (કુલપતિ, કચ્છ યુનિ.), રવીન્દ્રસિંહ જાડેજા એસ.ડી.એમ. અને ડે. કલેકટર, ભુજ), ડો. રાજેન્દ્રસિંહ જાડેજા (ડીન ફેકલ્ટી ઓફ ઈન્જિ. મારવાડી યુનિવર્સિટી), નવલસિંહ જાડેજા (પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત), ઉષાબા જાડેજા (પ્રમુખ, અબડાસા તાલુકા પંચાયત), જોરાવરસિંહ રાઠોડ (કચ્છ રાજપૂત સભાના પૂર્વ પ્રમુખ), બાપાલાલ જાડેજા, વિજયરાજસિંહ જાડેજા, મંગલસિંહ સોઢા, બળવંતસિંહ જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ચંદ્રસિંહે સમાજમાં ખૂટતી કડીઓ અને શિક્ષણમાં જરૂરી બાબતોનું ધ્યાન દોર્યું હતું. ડો. રાજેન્દ્રસિંહે કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર ભારતમાં યુવા સંઘની પ્રવૃત્તિ વિશે ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ વિગત આપી હતી.  ડેપ્યૂટી કલેકટર રવીન્દ્રસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષાની વિગતો આપી હતી. કાર્યક્રમ મહામંત્રી રામદેવસિંહ જાડેજા (મંજલ)ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સ્વાગત પ્રવચન વનરાજસિંહ જાડેજાએ, સંચાલન મંત્રી નટુભા સોઢા (ભચાઉ)એ કર્યું હતું. યુવા સંઘના કાર્યકરો પૃથ્વીરાજસિંહ જાડેજા (મંજલ), અમરસંગ સોઢા, રાજુભા જાડેજા, વનરાજસિંહ બળુભા જાડેજા, આમલિયારા, વિજયસિંહ જેઠવા, વી.બી. જેઠવા, ભૂપતસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ચતુરસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા (માંડવી) કાર્યક્રમના સહયોગી દાતા રાજવી પરિવારના મદનસિંહજી રાજપૂત વિમેન એન્ડ ચિલ્ડ્રન ચેરિટેબલ ટ્રસ્ટ-ભુજ, વીરેન્દ્રસિંહ જાડેજા (ભચાઉ), નવલસિંહ જાડેજા (શિવલખા) પ્રત્યેક તરફથી અગિયાર હજારનું અનુદાન પ્રાપ્ત થયું હતું.