રાજપૂતાણીઓએ પણ ક્યાંય પાછીપાની નથી કરી
રાજપૂતાણીઓએ પણ ક્યાંય પાછીપાની નથી કરી માંડવી, તા. 13 : અહીંના રાજપૂત ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના મહિલાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ક્ષત્રિય સમાજના અદ્વૈતગિરિ માતાજી (કૈલાસ ગુફા-ભુજ) હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઉષાબા જાડેજા (પ્રમુખ, અબડાસા તાલુકા પંચાયત) અને અતિથિવિશેષ ઉષાબા જાડેજા (તાલુકા પંચાયત સદસ્યા-બિદડા), કંચનબા સોઢા (સદસ્યા, માંડવી નગર સેવા સદન), આનંદકુંવરબા જાડેજા (સરપંચ-મોટી મઉં), રાજકુંવરબા જાડેજા (સરપંચ-પોલડિયા), બાઇરાજબા જાડેજા (સરપંચ-ત્રગડી), આનંદબા જાડેજા (સરપંચ-તલવાણા), હર્ષદબા જાડેજા (સરપંચ-પુનડી), જ્ઞાનબા એમ. જાડેજા (સરપંચ-દરશડી)નું સન્માન કરવામાં આવ્યું હતું. તારાબા જાડેજાએ અદ્વૈતગિરિ માતાજીની ભાવવંદના કરી હતી. ગરબા અને રાજસ્થાની ઘુમ્મર રાસ સુમનબા રાઠોડ, દેવાંશીબા ચાવડા, મિલોનીબા જાડેજા, રાધિકાબા ઝાલા, ભૂમિબા જાડેજા, દિવ્યાબા જાડેજા, મોહિનીબા જાડેજા, જાનકીબા જાડેજા, હર્ષનંદનીબા વાઘેલા, કવિતાબા જાડેજા, પ્રિયાબા જાડેજા, તલવાર રાસમાં ગાયત્રીબા જાડેજા, મીરાબા રાઠોડ, કૃપાબા જાડેજા, સ્નેહલબા ચાવડા, મીનાબા જાડેજા, ભાગ્યશ્રીબા જાડેજા, જાગૃતિબા જાડેજા, ધ્રુવીશાબા જાડેજા, હર્ષદીબા જાડેજા, તલવાર દાવપેચમાં અંકિતાબા જાડેજા, મનાલીબા ચૂડાસમા, દેવાંશીબા ચાવડા, હર્ષનંદનીબા વાઘેલાએ ભાગ લીધો હતો. અદ્વૈતગિરિજીએ ઉદ્બોધનમાં રાજપૂત ક્ષત્રિય સમાજના સંસ્કાર, શૌર્ય, ત્યાગ, બલિદાન વિશે તથા જ્યારે જ્યારે સમાજ કે દેશ ઉપર વિપત્તિઓ આવે ત્યારે ત્યારે રાજપૂતાણીઓ પણ તલવાર ખેંચીને ઊભી રહેવામાં પાછળ નથી તેવા શ્રેષ્ઠ ભૂતકાળના ઉદાહરણો રજૂ કર્યા હતા. મહિલા સમાજના દીપ્તિબા ચાવડા, દયાબા રાઠોડ, વિષ્ણુબા સોઢા, હીરાબા જાડેજા, પ્રતાપબા જાડેજા, અલ્પાબા ચૂડાસમા, સજ્જનબા સોઢા, ચન્દ્રાબા જાડેજાએ યોગદાન આપ્યું હતું. સંચાલન અંકિતાબા જાડેજાએ કર્યું હતું. પ્રારંભમાં શાબ્દિક સ્વાગત સુમનબા રાઠોડે કર્યું હતું અને આભારવિધિ મીનાબા જાડેજાએ કરી હતી.