પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી અંગેની માંગ સ્વીકારાઇ

ભુજ, તા. 13 : સમગ્ર રાજ્યમાં હાલ પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલીનો પ્રથમ તબક્કો ચાલુ હોવાથી બદલીઓ અંગેના ઠરાવમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કોઇપણ શિક્ષક/વિદ્યાસહાયક કેમ્પની તારીખે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય તો તે બદલી કરાવી શકે છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા બદલી અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં આ કેમ્પ તા. 1/6/17ની સ્થિતિએ કરવાનો થતો હોઇ આ તારીખ સુધી ત્રણ વર્ષ પૂર્ણ કરનાર જ બદલી ફોર્મ ભરી શકશે એવી સૂચના અપાઇ હતી. જેના કારણે 1/7/14ની ભરતીવાળા વિદ્યાસહાયકોને અન્યાય થતો હતો, કારણ કે તેમને 1/6/17ની સ્થિતિએ ત્રણ વર્ષ પૂરાં ન થાય, પરંતુ હાલની કેમ્પની તારીખે ત્રણ વર્ષ પૂરાં થઇ જાય. આ બાબતે રાજ્ય સંઘ પાસે રજૂઆત આવતાં રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીશ પટેલ દ્વારા નિયામક ડો. એમ. આઇ. જોષી પાસે રજૂઆત કરાતાં આખરે આ માંગ સ્વીકારાઇ?છે.આથી 10/9 સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર આ બદલી કેમ્પનો લાભ લઇ?શકશે તેવું રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે. અન્ય માંગમાં ધો. 1થી 5ની બોન્ડ આધારિત ભરતીમાં 10 વર્ષ સુધી બદલી ન કરાવી શકવાનો નિયમ છે તે બાબતે પણ રાજ્ય સંઘે નિયામક સમક્ષ?રજૂઆત કરતાં નિયામક દ્વારા આ માગણી પણ સ્વીકારાઇ છે, જે મુજબ ખાસ ભરતીવાળા વિદ્યાસહાયકો કે જેમણે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હશે તે પોતાના જે-તે તાલુકામાં બદલી અંગે અરજી કરી શકશે તેવું કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા તથા મહામંત્રી ભૂપેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer