બાળ કલાકારોએ કલાના કામણ પાથર્યા

બાળ કલાકારોએ કલાના કામણ પાથર્યા
ભુજ, તા. 13 : પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ધો. 1થી 12ના વિદ્યાર્થીઓ માટેનો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ભુજ ખાતે યોજાયો હતો. જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ દ્વારા યોજાયેલા સ્વચ્છતા પખવાડિયા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કલા ઉત્સવમાં ચિત્ર અને બાલકવિ એમ બે સ્પર્ધા છ વિભાગમાં તાલુકા અને એસવીએસમાં પ્રથમ સ્થાને વિજેતા થનાર 45 બાલ કલાકારો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બાલ કલાકારોની પ્રતિભા ખીલી ઊઠી હતી. કાર્યક્રમના પ્રારંભે ડાયેટ પ્રાચાર્ય અશ્વિન પટેલ, જિ.પ્રા. અને માધ્યમિક શિક્ષણાધિકારી બટુકભાઇ જરગેલા અને બાલ કલાકારો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. સ્પર્ધાનું માળખું અને આયોજનનો હેતુ સંયોજક વ્યાખ્યાતા સંજય પી. ઠાકરે જણાવ્યા બાદ બે સ્પર્ધાઓના છ વિભાગના બાલ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. નિર્ણાયકો તરીકે ચિત્રમાં નવીનભાઇ સોની, મદનસિંહ પરમાર, પી.એમ. સોરઠિયા, રઘુભાઇ વસોયા, રમેશ દેવરિયા, સંજય પટેલ, બિપિન સોની, મનજીભાઇ મહેશ્વરી અને રાખીબેન રાઠોડ, બાલકવિમાં રમીલાબેન મહેતા, કૃષ્ણકાંત ભાટિયા, અરુણાબેન ઠક્કર, લાલજી મેવાડા, ચંદ્રવદન મહેતા, ઉષ્માબેન શુક્લ, કાજલબેન ઠક્કર, હસમુખ અબોટી અને શબનમ ખોજાએ સેવા આપી હતી. મહેશ ત્રિવેદીએ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ શિક્ષણ વિભાગના આ કાર્યક્રમને બિરદાવી દર વર્ષે સ્પર્ધાઓ યોજવા અનુરોધ કર્યો હતો. સ્પર્ધા સંચાલન જિજ્ઞેશ કાનાણી, સમીર ચંદારાણા, મદનકુમાર ઠક્કર, પ્રકાશ તરાલ, લધુજી સુથાર, મયૂર ભાનુશાલી અને જિગર પટેલે સંભાળ્યું હતું. સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર બાલ કલાકારોમાં ચિત્ર સ્પર્ધા-પ્રાથમિક ધો. 1થી 5માં પ્રથમ અબ્બાસ સુમરા (ઓરીરા, નખત્રાણા) ચિત્ર સ્પર્ધા-ઉચ્ચ પ્રાથમિક ધો. 6થી 8માં પ્રથમ સ્વાતિ પરમાર (માંડવી) અને માધ્યમિક ધો. 9થી 10માં પ્રથમ શુભમ સોલંકી (માંડવી) વિજેતા થયા છે. બાલકવિમાં ઉચ્ચ પ્રાથમિક ધો. 6થી 8માં પ્રથમ દિલીપ ગોસ્વામી (સુવઇ, રાપર), માધ્યમિક ધો. 9થી 10માં સાબરીન મોગલ (ભુજ) અને ઉચ્ચ માધ્યમિક 11થી 12માં નારણ ગઢવી (માંડવી) વિજેતા થયા હતા. જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવનાર બાલ સર્જકો નજીકના ભવિષ્યમાં રાજ્ય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. બાલ કલાકારોને રોકડ પુરસ્કાર, મોમેન્ટો, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કિટથી નવાજવામાં આવ્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer