કચ્છમાં સ્વાઇન ફ્લુનો કહેર જારી : વધુ એક મોત

ભુજ, તા. 12 : કચ્છમાં ગરમી-તાપ વચ્ચે પણ સ્વાઇન ફ્લુનો કહેર જારી રહ્યો હોય તેમ આજે આદિપુરના વૃદ્ધે સારવાર હેઠળ દમ તોડયો હતો, ઉપરાંત નવા 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  સ્વાઇન ફ્લુ અટકવાનું નામ લેતો નથી અને આજે 4 નવા દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવવા સાથે આદિપુરના એક વૃદ્ધ આ રોગનો ભોગ બન્યા હતા અને અત્યાર સુધી કુલ્લ મરણાંક 37 પર પહોંચ્યો છે. આ ઉપરાંત એપીડેમિયોલોજિસ્ટના જણાવ્યા  મુજબ, માંડવીની બે વર્ષની બાળકી તથા માધાપરના 2.9 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ અંજારના 32 વર્ષીય યુવક જી.કે. જનરલ હોસ્પિટલમાં અને અંજારનાં 60 વર્ષીય મહિલાને જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન હેઠળ સારવાર અપાઇ રહી છે.  4 નવા કેસના ઉમેરા સાથે સ્વાઇન ફ્લુના કેસનો આંકડો 229 પર પહોંચ્યો છે. જેમાંથી 37નાં મોત નીપજ્યાં છે અને 177 દર્દીને સાજા કરવામાં તબીબોને સફળતા મળી છે.      

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer