ગાંધીધામમાં ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની કેદ, 7.90 લાખનો દંડ

ગાંધીધામ, તા. 12 : શહેરમાં ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની સજા અને રૂા. 7,90,000નો દંડ?અહીંની કોર્ટે કર્યો હતો. આ કેસની વિગતો મુજબ વિજય મહાદેવ મજીઠિયા પાસેથી આરોપી એવા ગોપાલ વીરપાર નિંજારે હોલસેલમાં ઘઉં ખરીદ્યા હતા જે માટે તેણે વેપારીને રૂા. 3,95,000નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં નાખતી વેળાએ આરોપીના ખાતામાં પૈસા ન હોવાથી તે પરત આવ્યો હતો. બાદમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ અહીંની કોર્ટમાં ચાલી ગયા બાદ તમામ આધાર-પુરાવા તપાસી ન્યાયાધીશ સ્વાતિબેન આર. ગર્ગે આરોપી ગોપાલ નિંજારને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને એક વર્ષની કેદ તથા રૂા. 7,90,000નો દંડ ફટકાર્યો હતો. આ રકમ વળતર તરીકે ફરિયાદીને આપવી તેમજ આ રકમ ન ભરાય તો આરોપીને વધુ ત્રણ મહિનાની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષ તરફે વકીલ રોહિત રૂપારેલ હાજર રહ્યા હતા.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer