ઓપરેશન એલર્ટ અંતર્ગત કચ્છની સીમા સીલ થઇ
ભુજ, તા. 12 : ઓપરેશન એલર્ટ અંતર્ગત કચ્છની સીમા સીલ કરી દેવાઇ છે અને સીમા પાસેના માર્ગ પર આવતા-જતા વાહનોની ચકાસણી બીએસએફના જવાનો દ્વારા થઇ રહી છે. હાલમાં જ પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોન દ્વારા થયેલી વાતચીત ટ્રેસ થતાં કચ્છના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સી દોડતી થઇ ગઇ છે. તેમજ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટને અનુલક્ષીને સરહદ 20મી સુધી રેડ એલર્ટ પર છે, ત્યારે કોઇ પણ જાતની નાપાક હરકતને ભરી પીવા લશ્કરના અધિકારીઓ તેમજ જવાનો સીમા પર તૈનાત છે.  ઉપરાંત કચ્છની સીમા બાજુ જતા માર્ગો પર બીએસએફના જવાનો નાકાઓ તૈયાર કરી આવતાં-જતાં વાહનો  અને લોકોની ઝીણવટભરી તપાસ કરી  રહ્યા હોવાનું સુરક્ષા સંબંધિત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.