અમેરિકા એમ્બેસીમાં કચ્છી મહિલા ત્રિરંગાને સલામી આપશે

અમેરિકા એમ્બેસીમાં કચ્છી મહિલા ત્રિરંગાને સલામી આપશે
મુંબઈ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતના 71મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન-ડીસી ખાતે 15મી ઓગસ્ટે યોજાનારા સમારોહમાં એમ્બેસી ઓફ ઇન્ડિયાએકચ્છી મહિલા જ્યોતિ ધરોડ ગાલાને ફરીવાર આમંત્રિત કર્યાં છે. જ્યોતિ અમેરિકામાં એકમાત્ર કચ્છી ચીફ પરફ્યુમેનિસ્ટ છે અને એકમો સ્પેશિયાલિસ્ટનોઅભ્યાસ કરાવે છે. અમેરિકાની 17, કેનેડાની 3 અને ભારતની 14 હોસ્પિટલમાં સેવા આપી છે. છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં બ્લડ સ્ટેમલેસ પદ્ધતિથી વાઢકાપ કર્યા વિના દવાની લાંબી સારવાર વગર ઘૂંટણની તકલીફ વિશિષ્ટ  પદ્ધતિથી દૂર કરે છે. કચ્છમાં બિદડા ખાતે 55 દરદીની સારવાર કરી હતી. જ્યોતિ ધરોડ ગાલા પત્રી ગામનાં કેસરબેન નાનજી ધરોડનાં પુત્રી છે અને સાડાઉના મોહિત લક્ષ્મીચંદ રામજી ગાલાનાં પત્ની છે. વોશિંગ્ટન-ડીસીના ધ્વજવંદન સમારોહમાં ભારતીય એમ્બેસેડર નવતેજ સર્ના ધ્વજ લહેરાવશે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer