મોટા ભાડિયા, ભડલી અને ભારાપરમાં જુગાર રમી રહેલા 16 જણ ઝડપાયા

ભુજ, તા. 12 : માંડવી તાલુકાનાં મોટા ભાડિયા, નખત્રાણા તાલુકાનાં ભડલી અને ભુજ તાલુકાનાં ભારાપર ગામે પોલીસે દરોડા પાડીને 16 આરોપીને જુગાર રમતાં રૂા. 37 હજારની માલમતા સાથે પકડી પાડયા હતા. અન્ય એક આરોપી હાથમાં આવ્યો ન હતો.  અમારા માંડવી તાલુકાના પ્રતિનિધિના અહેવાલ મુજબ માંડવી પોલીસે તાલુકાના મોટા ભાડિયા ગામની સીમમાં જુગાર બાબતે દરોડો પાડયો હતો. જેમાં આઠ ખેલીને ગંજીપાના વડે જુગાર રમતા રૂા. 21250 રોકડા અને દશ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 31250ની માલમતા સાથે પકડી પડાયા હતા અને તેમની વિરુદ્ધ ધોરણસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.  પોલીસે આપેલી માહિતી મુજબ જુગાર રમવાના આરોપસર આ પ્રકરણમાં મોટા ભાડિયા ગામના  માણેક પુનશી ગઢવી, લખમણ આશારિયા ગઢવી, શિવરાજ માણેક ગઢવી, લખમણ કરશન ગઢવી, નાગાજણ વિશ્રામ ગઢવી, રાણશી દેશર ગઢવી, ભીમશી હમીર ગઢવી અને પચાણ રામ ગઢવીને ઝડપાયા હતા. પોલીસ સબ ઇન્સ્પેકટર આર.સી. ગોહિલની રાહબરીમાં સ્ટાફના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા.  બીજી બાજુ નખત્રાણા તાલુકાના ભડલી ગામની સીમમાં ગઇકાલે સંધ્યા સમયે સ્થાનિક નખત્રાણા પોલીસ ત્રાટકી હતી. આ બનાવમાં ભડલીના કુથન બુધાભાઇ મકવાણા, ગુલામ ડોસાભાઇ પરિયાર અને રમેશ નાનજી મારવાડાને પકડાયા હતા. જ્યારે  થરાવડા ગામનો ભવન ઉર્ફે ભલિયો મમુ કોળી નાસી ગયો હતો. આરોપીઓ  ધાણીપાસા વડે જુગાર રમતા હતા ત્યારે આ દરોડો પડાયો હતો. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ દરોડામાં રૂા. 1200 રોકડા કબ્જે કરાયા હતા.  જ્યારે ભુજ તાલુકાના ભારાપર ગામે વડઝર રોડ ઉપર આજે બપોર બાદ બાવળોની ઝાડી વચ્ચે જુગાર રમી રહેલા પાંચ આરોપીને રૂા. 4670ની રોકડ સાથે પકડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ જેમની ધરપકડ કરાઇ છે તે પાંચ જણમાં હરેશ લખુ મહેશ્વરી, મગન નાગશી મહેશ્વરી, ગાવિંદ ડાયા મહેશ્વરી, દિનેશ ખેરાજ મહેશ્વરી અને દામજી તુષાર મહેશ્વરીનો સમાવેશ થાય છે.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer