કચ્છમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો થનગનાટ

ભુજ, તા. 12 : આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંજાર ખાતે કરાશે. જેમાં રમતગમત - યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા યાત્રાધામ વિકાસ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરાશે.  આ પ્રસંગે વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.  ભુજ : નગર સેવા સદન ખાતે નગરપતિ અશોકભાઈ હાથીના હસ્તે સવારે 10.30 કલાકે ધ્વજવંદન કરાશે. આ અગાઉ તેમના જ હસ્તે સવારે 9.30 કલાકે જયનગર પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરાશે.  કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે 10.30 કલાકે કોંગ્રેસ ભવન ખાતે સમિતિના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીના હસ્તે ધ્વજવંદન કરાશે.  ભુજ : કચ્છ વર્તુળ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના પટાંગણમાં ધ્વજવંદન તેમજ રમતગમત સ્પર્ધા અને ઈનામ વિતરણ.  રાજકોટ નાગરિક સહકારી બેંક (મલ્ટિ સ્ટેટ શેડયૂલ બેંક) અને ગુજરાતની અગ્રણી સહકારી બેંક ખાતે સવારે 9.30 કલાકે શાખાના સ્થાનિક સમિતિના ચેરમેન દિલીપભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન.  ઈકરા પ્રાથમિક શાળા ગાંધીનગરી એરપોર્ટ રોડ ખાતે સવારે 9 વાગ્યે શાળાના ઓર્ગેનાઈઝર સૈયદ અલીઅસગરના હસ્તે ધ્વજને સલામી અપાશે.  ગોરેવાલી : રાષ્ટ્રીય મુસ્લિમ મંચના ઉપક્રમે મંચના ગુજરાત પ્રદેશના સહસંયોજક મીરખાન પી. મુતવા-નદવીના હસ્તે સવારે 9 કલાકે આઝાદ નગરના મેદાનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે.  માંડવી : માધવનગર સાર્વજનિક ચોકમાં 9.30 કલાકે અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના હસ્તે ધ્વજવંદન.  માંડવી : જીમખાનામાં શૈલેશભાઈ મડિયારના હસ્તે ધ્વજવંદન સવારે 10.30 કલાકે ટાગોર રંગભવન ખાતે.  માંડવી : જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રા. શાળા નં. 3 અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના સંયુક્ત ઉપક્રમે 71મા સ્વાતંત્ર્યદિને શાળાના પટાંગણમાં જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ દીપકભાઈ સોનીના પ્રમુખપદે યોજાનારા કાર્યક્રમમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના હસ્તે સવારના 9.30 કલાકે. આ પ્રસંગે ઈજનેરી પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવીને સમગ્ર કચ્છનું ગૌરવ વધારનાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કુણાલ તિલકભાઈ ડાઘાનું શાળા તરફથી જાહેર અભિવાદન કરાશે.   જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી : સવારે 11 કલાકે ગ્રુપના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પ્રભુલાલ સોનીના હસ્તે નગરજનો અને જાયન્ટ્સ પરિવારની ઉપસ્થિતિમાં આઝાદ ચોક ખાતે ધ્વજવંદન.  માંડવી : ખલ્ફાનભાઈ દામાણી પ્રા. શાળા, બંદર રોડ ખાતે સવારે 9.1પ કલાકે શાળાના કાયમી દાતા દિલીપભાઈ જૈનના હસ્તે ધ્વજવંદન.  માંડવી : તાલુકા ગ્રુપ પ્રા. શાળા નં. 1 (દરબારી શાળા) ખાતે ઈન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલીના પ્રમુખ ફાલ્ગુનીબેન જોષીના હસ્તે ધ્વજવંદન બાદ રંગારંગ કાર્યક્રમ, ઈનામ વિતરણ તેમજ દાતા-ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સન્માન સવારે 9.30 કલાકે શાળાના પ્રાંગણમાં.  થાણા : શેઠ ટી.જે. એજ્યુકેશન સોસાયટી ખાતે સવારે 8.30 કલાકે શાળાના પટાંગણમાં સંસ્થાના પ્રમુખ શેઠ નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર થાણાવાલાના હસ્તે ધ્વજવંદન.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer