ભુજના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપો

ભુજના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપો
ભુજ, તા. 12 : લોકસભાના ચોમાસુ સત્ર દરમ્યાન કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને મંત્રીઓની રૂબરૂ મુલાકાત અને પત્રવ્યવહાર દ્વારા રજૂઆતો સત્ર દરમ્યાન પ્રશ્નોત્તરી અને ચર્ચામાં ભાગ લઇ કેન્દ્ર સરકારને લગતા કચ્છના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. લોકસભા પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન લોકોને ટોલ બૂથો પર પડતી હાલાકી, રોડ મેન્ટેનન્સને લગતો પ્રશ્ન અને જીએસટીથી થતા ઉદ્યોગોને ફાયદા અને તકલીફોની નિરાકરણના પગલાં માટે ચર્ચામાં ભાગ લીધો હતો તેમજ દેશના અને મુખ્યત્વે કચ્છને લગતા તારાંકિત-અતારાંકિત પ્રશ્નોની માહિતી માંગી હતી. શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના ત્રણ ખલાસીઓ જેઓ ઇરાનમાં ફસાયેલા છે તેમને મુકત કરાવવા વિદેશમંત્રી તથા ઇરાન સ્થિત ભારતીય એમ્બેસીને પત્ર દ્વારા રજૂઆત, બાંગલાદેશમાં આવેલ શકિતપીઠોના પુનરોદ્ધાર, બોર્ડર સ્થિત શકિતપીઠ દર્શન, કંડલા સેઝ માટે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયને તેમજ રેલવે મંત્રાલયમાં હૈદરાબાદ-ભુજ રેલ સેવા અને ભુજ-દિલ્હી સુપરફાસ્ટ રેલસેવા તેમજ કચ્છને દરરોજના ઓછામાં ઓછા ત્રણ રેક મીઠાના લોડીંગ માટે ફાળવણી અને પદમપુર સ્ટોપેજના પ્રશ્નો, કલ્ચર મંત્રાલયને મહારાવ મદનસિંહજી શરદબાગ પેલેસ મ્યૂઝિયમ રીનોવેશન, કચ્છમાં એફ.એમ. સેવા જે હાલે 91 કિ.મી. રેડિયર એરિયામાં પ્રસારિત થાય છે. તેની ફ્રિક્વન્સી વધારવા કચ્છના 10 તાલુકામાં પ્રસારણ સાંભળવા મળે તેવી રજૂઆત, કચ્છ નસલના ઘોડા તથા બાંધણી ક્રાફ્ટ માન્યતા માટે, અબડાસા વિસ્તારમાં ઘોરાડ અભયારણ્યને નેશનલ પાર્કમાં પરિવર્તન કરવા, નવ રચિત મોરબી જિલ્લામાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઓવરબ્રીજ તેમજ મોરબી કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તેમજ પોસ્ટ અને ટેલિફોન વિભાગને અપગ્રેડ કરવા રજૂઆતો કરી હતી. રક્ષિત જાહેર થયેલા કચ્છના પુંઅરેશ્વર મહાદેવ મંદિરનું તાત્કાલિક રીનોવેશન થાય તે માટે સરકાર પુરાતત્ત્વ વિભાગમાં રજૂઆતો કરી હતી. વિશેષમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે,  સુવિધાજનક ભુજ એરપોર્ટ છે તેને અપગ્રેડેશન કરી  કસ્ટમ અને ઇમિગ્રેશન સુવિધા આપવા અને એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એઁરપોર્ટ તરીકે માન્યતા મળે તેમજ કચ્છની જનતાની ઘણા વર્ષો જૂની માંગણી છે કે, ભુજ એરપોર્ટને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ભુજ એરપોર્ટનું નામાભિધાન થાય માટે લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ભચાઉ-સામખિયાળી રેલવે પાર્સલ સેવા અને કંડલા મુંબઇ વચ્ચે શરૂ થયેલી વિમાની સેવા બદલ કચ્છની જનતા વતી સરકારનો આભાર વ્યકત કર્યો હતો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer