બાંડી ડેમમાં પુલ આડે ઊગેલો બાવળ ભારે વરસાદ થાય તો નુકસાન વેરશે
બાંડી ડેમમાં પુલ આડે ઊગેલો બાવળ  ભારે વરસાદ થાય તો નુકસાન વેરશે ફઝલવાંઢ (તા. ભુજ), તા. 12 : તાલુકાના પચ્છમ વિસ્તારના નાના દિનારા વિસ્તારની બાંડી નદીના પટ્ટમાં મોટા પ્રમાણમાં ગાંડો બાવળ ઊગી નીકળ્યો છે. આ નદીના પુલના નાકાની પૂર્વ બાજુની આ ગીચ ઝાડી વધી જવાથી જો ભારે વરસાદ થાય તો પાણી રોકાઇને ફેલાવાથી ખેતીની જમીન અને તેની પાસે આવેલા મકાનોને નુકસાન થવાની સંભાવના લોકોએ વ્યક્ત કરી હતી. હમણાના વરસાદમાં ધીમી ગતિએ બાંડી ડેમ ઓવરફ્લો થઇ ગયો છે ત્યારે અધિકારીઓ જરૂરી કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.